મોરબી : મોરબીના હજનાળી ગામ પાસે બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલા યુવકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ જામનગરના ગાયત્રી નગરમાં રહેતા પીયુષભાઈ જેસાભાઈ ગોજીયા (ઉ.વ.૨૩) વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું કે જોડિયા માળિયા રોડ પર હજનાળી ગામ પાસે મોટરસાયકલ ચાલક મોહિલ ભગવાનભાઈ રામ આહીર (ઉ.વ.૨૧) રહે. હાલ ફોરેસ્ટ કોલોની ભુજ વાળા અને તેમના મોટાભાઈ દિલીપભાઈ મોટરસાયકલ નં જીજે ૧૨ ડીપી ૨૩૬૮ ઉપર જતા હતા. તે વેળાએ મોટરસાયકલ સ્લીપ થતા મોટરસાયકલ ચાલકને ઈજા થઇ છે. જ્યારે દિલીપભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું છે.