હળવદ : હળવદ તાલુકાના વાધરવા નજીક ગત તા.12ના રોજ વહેલી સવારે હાઇવે પર બંધ હાલતમાં રહેલા આરજે - 14 - જીએન - 7679 નંબરના ટ્રક પાછળ જીજે - 36 - વી - 5367 નંબરનું ટ્રક ટ્રેઇલર અથડાતા ટ્રક ટ્રેઈલર ચાલક લવકુશકુમાર રમાશંકર પટેલ રહે.ઉત્તરપ્રદેશવાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે રાજસ્થાનના ટ્રક ચાલક ગોવિંદ સુખદેવ ચૌધરીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.