વાંકાનેર : રાજકોટ - વાંકાનેર રોડ ઉપર અમરસર ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પાડધરા ગામે રહેતા લાખાભાઇ મનજીભાઇ કુંઢીયા અને મોરબી મહેન્દ્રનગર નજીક મફતિયાપરામાં રહેતા સોનુભાઇ કુકાભાઇ આધરોજીયા ઉ.૨૭ જીજે - ૦૩ - એફબી - ૬૫૩૨ નંબરનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા સોનુભાઇ કુકાભાઇ આધરોજીયાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે લાખાભાઇ મનજીભાઇ કુંઢીયાને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે લાખાભાઇ મનજીભાઇ કુંઢીયાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.