વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર ઢુંવા નજીક અશ્વમેઘ કાંટા સામે એમપી - 11 - એનજે - 0330 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મધ્યપ્રદેશના વતની અને હાલમાં વાંકાનેર નજીક આવેલ સાનવી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા આકાશભાઇ કાળુભાઇ ભાભર ઉ.25એ પોતાનું બાઈક ગફલતભરી રીતે ચલાવી સામેથી આવતા જીજે - 09 - એવી - 2423 સાથે અથડાતા ડમ્પર નીચે આવી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.