મોરબી વાંકાનેર હાઇવે પર સરતાનપર રોડ ઉપર સર્જાયો અકસ્માત મોરબી : મોરબી વાંકાનેર હાઇવે પર સરતાનપર રોડ ઉપર બે બાઈક સામસામ અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક બાઈક પાછળ બેઠેલા યુવાનનું મોત નીપજ્યું હતું.જ્યારે બાઈક ચાલકને ઇજા પહોંચી હતી. આ અકસ્માતની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વાંકાનેર હાઇવે પર સરતાનપર રોડ ઉપર આવેલા લિઝોરા સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા દિલીપકુમાર વેનીચંદ્ર ગર્ગ અને તેના મિત્ર પપ્પુસિંગ વર્મા સાથે પોતાના બાઈક ઉપર સરતાનપર રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા.ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા જી.જે.3 બી.એલ. 8540 નબરના બાઈક સાથે આ ડબલસવાર બાઈક ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઈક પાછળ બેઠેલા પપ્પુસિંગ વર્માનું મોતનું મોત નીપજ્યું હતું.જ્યારે બાઈક ચલાવતા દિલીપકુમાર વેનીચંદ્ર ગર્ગને ઇજા પહોંચી હતી.આ અંગે તેઓએ સામેના બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..