મોરબી : ગત રાત્રે મોરબી વાંકાનેર હાઇવે પર મકનસર પાસે બે કાર સામસામે અથડાતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી. જેને સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે. મોરબી વાંકાનેર હાઇવે પર મકનસર નજીક આવેલા એક્સલ સીરામીક પાસે GJ 36 L 1586 અને GJ 03 HK 2482 નંબરની બે કાર સામસામે અથડાતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે. અકસ્માતમાં બન્ને કારોને ખાસુ નુકશાન થયું હતું. જો કે સદનસીબે કોઈ મોટી જાનહાની ટળી હતી. અકસ્માતના પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. મોડી રાત સુધી ઘટનાની જાણ પોલીસમાં કરાઈ નથી. વધુ વિગતો મેળવાઈ રહી છે.