હળવદ : હળવદના શક્તિનગર ગામ પાસે ગઈકાલે વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં માળિયા મિંયાણા તાલુકાના નાના દહિંસરા ગામમાં રહેતા અનંતભાઇ અંબાલાલ ભટાસણા (ઉ.વ. 49)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી, તેઓને પ્રાથમિક સારવાર મોરબીની સિવિલ હોસ્પિટલમાં આપી, વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે. હાલમાં આ બનાવની નોંધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે કરી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.