હળવદ : હળવદ ધ્રાંગધ્રા રોડ પર જીઓ પેટ્રોલપંપ નજીક ગત તા.22ના રોજ જીજે - 12 - સીટી - 9225 નંબરના ટ્રક ડમ્પર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન હંકારી જીજે - 36 - ડી - 6920 નંબરના બાઈક પર જતાં ફરિયાદી ભાવેશ વાડીલાલ પરમાર ઉ.31 રહે.નવા માલણીયાદ વાળાને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.