માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારામાં પણ અડધોથી પોણો ઇંચ વરસાદમોરબી : મોરબી જીલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં મોરબીમાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.સરકારી ચોપડે મોરબીમાં રાત્રીના 12 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારામાં પણ અડધોથી લઈ પોણો ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. આમ રાત્રીના સમયે મેઘરાજા ધીમી ધારે વરસ્યા હતા. રાત્રીના પડેલો વરસાદમાળિયા : 10 mmમોરબી : 28 mmટંકારા : 18 mmવાંકાનેર : 12 mmહળવદ : 18 mm