મોરબી : મોરબી જીલ્લામાં વરસાદી માહોલને કારણે અમુક ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. મચ્છુ-2 ડેમમાં 646 ક્યુસેક પાણીની આવક નોંધાતા એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. બીજી તરફ મચ્છુ-1 ડેમના ઉપરવાસમાં નોંધનીય વરસાદ ન હોવાથી તેની સ્થિતિ યથાવત છે.