બુધવારે અને ગુરુવારે વરસેલા વરસાદને લઇ ડેમમાં નવા નીર આવ્યા હળવદ: હળવદમાં બુધવાર અને ગુરુવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો જોકે આજે મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ માત્ર છુટાછવાયા ઝાપટા પડયા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઉપરવાસમાં પડેલ વરસાદને લઈ ગોલાસણ ગામ નજીક આવેલ બ્રાહ્મણી-૧ ડેમમાં એક ફૂટ પાણી આવ્યું છે જોકે ડેમની સપાટી હાલ ૧૬.૯૫ ફૂટે છે જ્યારે ૨૭ ફુટે ડેમ ઓવરફ્લો થતો હોવાનું જાણવા મળ્યું છે હળવદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ બુધવારે અને ગુરુવારે મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવ્યું હતું જેને લઇ નદી નાળાઓમાં નવા નીર આવ્યા હતા જોકે આજે ક્યાંક છૂટા-છવાયા છાંટા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે સાથેજ બે દિવસમાં વરસેલા વરસાદને લઇ હળવદ તાલુકાના ગોલાસણ ગામ નજીક આવેલ બ્રાહ્મણી-૧ ડેમમાં એક ફૂટ પાણીની આવક નોંધાઇ છે જેથી આ ડેમની સપાટી ૧૬.૯૫ ફુટે પહોંચી ગઈ છેજોકે આ બ્રાહ્મણી-૧ ડેમ ૨૭ ફૂટે ઓવરફ્લો થતો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાહ્મણી-૧ ડેમમાંથી ૪૩૦૦ હેક્ટર જમીનને એટલે કે તાલુકાના ૧૫ ગામોને ૧ થી ૨ સિઝન માટે પિયત માટે પાણી આપવામાં આવતું હોય છે.