વાંકાનેર : મોરબી વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી નજીક આરજે 09 જીડી 7033 નંબરના ટ્રક ટ્રેલર ચાલકે ટીવીએસ મોપેડને હડફેટે લેતા મોપેડ પાછળ બેઠેલા સોવરન બાબુરામ નિશાદ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મોપેડ ચાલક લલ્લુભાઇ મુન્નાભાઇ નિશાદ, રહે હાલ જુના ઢુવા દેવયતસિંહ ઝાલાની ઓરડીમા, મુળગામ દેવકલી તા. કાલપી જી.જાલોન થાના કાલપી (યુ.પી.) નામના વ્યક્તિને ઇજાઓ પહોંચતા આ મામલે ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.