મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર તીર્થંક પેપરમિલ નજીક ગત તા.8ના રોજ ડબલ સવારી બાઈક લઈને જઈ રહેલા નેપાળના વતની રમેશકુમાર વિરબહાદુર થાપાના બાઇકને જીજે - 10 - એક્સ - 9943 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લેતા બાઇકમાં બેઠેલ ગંગમહરને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલક રમેશભાઈને ઇજાઓ પહોંચતા અકસ્માત સર્જી નાસી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.