મોરબી : મોરબીના ઘુટુ રોડ ઉપર સોનેટ સીરામીક નજીક જીજે - 36 - એલ - 0520 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારના ચાલકે સીએનજી રીક્ષાને હડફેટે લેતા રીક્ષામાં મુસાફરી કરતા મહેશભાઈ ધનજીભાઈ રૂદાતલા ઉ.35નું ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલક જયંતીભાઈને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે મૃતકના ભાઈ સુનિલભાઈ દેવશીભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્વીફ્ટ ડિઝાયર કારના નંબરને આધારે ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.