મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ગૂંગણ ગામના પાટિયાથી મોરબી તરફ રોંગ સાઈડમાં આવી રહેલા ગૂંગણ ગામના સુરેશભાઈ શિવાભાઈ જંજવાડિયાનું બાઈક સ્લીપ થઇ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા કેશવભાઈ રાજાભાઈને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.