સ્પ્રે ડાયર વિભાગમાં કોલસમાંથી ધુમાડા નીકળતા કોલસો આઘો પાછો કરતા સમયે બનેલી દુર્ઘટનામોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા નજીક આવેલ સિરામીક ફેકટરીમાં કોલસાના ઢગલામાં ધુમાડા નીકળતા હોય બે શ્રમિકો કોલસો આઘો પાછો કરવા જતાં અચાનક જ કોલસાના ઢગલામાં આગ ભભૂકી ઉઠતા બન્ને શ્રમિકો દાઝી ગયા હતા જેમાં એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા નજીક આવેલ ઓલવીન સિરામીક ફેકટરીમાં ગત તા.14ના રોજ કોલસાના ઢગલામાં ધુમાડા નીકળતા હોય બે શ્રમિકો સ્પ્રે ડાયર વિભાગમાં પ્લેટફોર્મ ઉપર ચડી કોલસો આઘો પાછો કરવા જતાં અચાનક જ કોલસાના ઢગલામાં આગ ભભૂકી ઉઠતા સંજયદાસ સુરજકાન્તા દાસ નામનો શ્રમિક ગંભીર રીતે દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગઈકાલે તા.21ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં દિનેશ તુલસીરામ બારેલા ઉ.21 નામનો મધ્યપ્રદેશનો વતની યુવાન ગંભીર રીતે દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.