ઓછામાં ઓછી 10 દિવસની શિબિર પૂર્ણ કરી ચૂકેલા સાધકો માટે રવિવારે શનાળા રોડ ખાતે મળશે લાભમોરબી અપડેટ : મોરબીમાં અગાઉ 10 દિવસની વિપશ્યાના શિબિર પૂર્ણ કરી ચૂકેલા જુના સાધકો માટે આવતીકાલે રવિવારના રોજ શનાળા રોડ ખાતે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 30/08/2026, રવિવારના રોજ સવારે 7:30 થી બપોરે 12:30 કલાક સુધી ડોલ્સ એન ડ્યુડ્સ સ્કૂલ, રત્નકલા એક્સપોર્ટ (હીરાવાળા ગાંધીના કારખાનામાં), સ્કાય મોલની બાજુમાં, ઉમિયા સર્કલથી થોડે આગળ, શનાળા રોડ, બીજો માળ, મોરબી ખાતે યોજાશે. આ શિબિરમાં માત્ર એવા જ સાધકો ભાગ લઈ શકશે જેમણે અગાઉ 10 દિવસની શિબિર પૂરી કરેલી હોય. આ એક દિવસીય શિબિર પૂર્ણ થયા બાદ તમામ સાધકો માટે સાથે મળીને ભોજન કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ભોજન વ્યવસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે અને આયોજકોને અનુકૂળતા રહે તે હેતુથી શિબિરમાં જોડાવા ઈચ્છતા તમામ સાધકોએ અગાઉથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.શિબિરનો લાભ લેવા અને રજીસ્ટ્રેશન કરાવવા માટે સાધકોએ મો. નં. 9925726611, 9825643623, 8264132301 પર સંપર્ક કરવાનો રહેશે. વધુમાં, આયોજકો દ્વારા મોરબીના તમામ જુના સાધક મિત્રોને આ શિબિરનો બહોળી સંખ્યામાં લાભ લેવા અને અન્ય જુના સાધકોને પણ આ અંગે જાણ કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #MeditationCamp #OldSadhak #ShanalaRoad #SpiritualCamp