ટંકારા : ટંકારામાં પોલીસ દ્વારા વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યા છે. ગઈકાલે તા. 17ના રોજ ટંકારા ટેલીફોન એક્ષચેન્જની બાજુમાં જાહેર રોડ ઉપરથી આરોપી શાહરૂખભાઇ ઉમરભાઇ સુમરા એ ગે.કા. પાસ પમીટ કે આધાર વગર પોતાના પેન્ટના નેફામાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની કીંગસ ગોલ્ડ સ્પેશ્યલ વ્હીસ્કીની 750 મીલીની કાચની કંપની શીલ પેક 2 બોટલો (કિ.રૂ. 600) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. અને પોલીસે વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આરોપી શાહરૂખભાઇએ મુસ્તફા ઓસમાણભાઇ સોલંકી પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલો વેચાણ કરવાના ઇરાદે ખરીદી કરી હોવાનું ખુલ્યું છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.