મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓના ત્રાસ મામલે વ્યાપક ફરિયાદો ઉઠી છે ત્યારે મોરબી તાલુકા પોલીસે ગઈકાલે ખોખરા હનુમાન રોડ ઉપર સ્પેરા વિટરીફાઇડ સામે દરોડો પાડી મૂળ સુરેન્દ્રનગર પાટડીના ઝીંઝુવાડા ગામના રહેવાસી આરોપી અજય નવઘણ પાટડીયા નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2480 સાથે પકડી પાડ્યો હતો. આરોપીએ દારૂની આ બોટલ સુરેન્દ્રનગરના ગોપાલગઢ ગામે રહેતા આરોપી વિપુલ સોમાભાઇ લોદરિયા પાસેથી ખરીદી હોવાની કબુલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુંન્હો રજીસ્ટર કર્યો હતો.