મોરબી : મોરબી એલસીબીની ટીમે મહેન્દ્રનગર ચોકડી રોડ ઉપરથી દેશી હાથ બનાવટના લોખંડના તમંચા સાથે દર્શનભાઈ મહેશભાઈ ડાભી ઉ.વ.21 રહે. શક્ત શનાળાવાળાને પકડી પાડી તેની સામે સિટી બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, હેડ કોન્સ. દિલીપભાઈ ચૌધરી, સંજયભાઈ મૈયડ, ચંદુભાઈ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા તથા કોન્સ. ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા, વિક્રમભાઈ કુગસિયા વગેરે જોડાયા હતા.