વાંકાનેર સીટી પોલીસે આરોગ્ય નગરમાં દરોડો પાડ્યોવાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૂની નાની મોટી 552 બોટલ કિંમત રૂપિયા 1,42,320ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ દારૂના ધંધામાં ભાગીદાર એવા શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂનું વેચાણ કરવાંમાં આવતું હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી કિશનભાઈ અશોકભાઈ ખીરૈયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા બેઠક રૂમમાંથી વિદેશી દારૂની 750 મીલીની અલગ અલગ બ્રાન્ડની 264 બોટલ તેમજ 288 નંગ ચપલા મળી કુલ રૂપિયા 1,42,320ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીની પૂછતાછ કરતા દારૂના આ ધંધામાં આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલાની સંડોવણી કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપી અજયસિંહને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.