માળીયા (મી.): મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચના અને સીપીઆઈ બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ મથકના પીએસઆઇ એન.એચ ચુડાસમા તથા પોલીસ સ્ટાફે બાતમીના આધારે આજે માળીયા (મી.) ના વાડા વિસ્તારમાં આવેલ મેઈન શેરીમાં આરોપી વલીમામદ ઉર્ફે સનડો કરીમભાઈ મોવર (ઉ.વ.26, રહે. મોટાચોક, ગેબનશાપીરની દરગાહની બાજુમાં, માળીયા) ને દેશી બનાવટના તમંચા (બંદૂક) તેમજ એક જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો. માળીયા પોલીસે આ આરોપી સામે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.