મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લાતી પ્લોટ શેરી નંબર 2 અને 3 વચ્ચેથી ઇમરાન સલીમભાઈ ભટ્ટી રહે.જુના બસસ્ટેન્ડ, મચ્છીપીઠ મોરબી વાળાને 50 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લીધો હતો. આરોપી ઇમરાને આ દારૂનો જથ્થો મોરબી લાતીપ્લોટમા રહેતા રજીયાબેન જુસબભાઈ કટિયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રજીયાબેનને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.