મોરબી : મોરબીમાં વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. ગઈકાલે તા. 26ના રોજ મોરબીમાં નવલખી રોડ પર કુબેરનગરના ગેઇટ પાસેથી ધીરજભાઇ ગોવીંદભાઇ ચાવડાને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની બે બોટલો (કી.રૂ. 600) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે.