મોરબી : મોરબીમાં જુના બસ સ્ટેશન નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 14ના રોજ મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક મચ્છીપીઠ ઇદગાહ મસ્જીદ સામેની શેરીમાંથી મોહીનભાઇ મહમદભાઇ જામને ગે.કા રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 4 (કિ.રૂ. 1200) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપી મોહીનની અટકાયત કરી છે.