મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 11ના રોજ હળવદ હાઇવે પર નીચી માંડલ ગામના બસ સ્ટેશન પાસેથી સી.એન.જી.રીક્ષા જેના રજી.નંબર GJ-36-U-0980માં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 4, કી.રૂ. 1,280નો વેચાણ કરવાના ઇરાદે સાથે કુલ કિ.રૂ. 36,280ના મુદામાલ સાથે બાબુલાલ ઉર્ફે કમલેશ અંબારામભાઇ શુક્લને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને રીક્ષા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate