મોરબી : મોરબીમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે તા.૯ ના રોજ મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલની બાજુમાં પચ્ચીસ વારીયા પાસે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે નીકળેલા આરોપી મોહિનભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા (ઉ.વ 22, રહે. મોરબી, કાલીકાપ્લોટ, નર્મદા હોલ) ને વીદેશી દારૂની મેકડોવેલ્સનં 1 સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ 750 ML ની કંપની શીલ બંધ બોટલ નંગ.૨ કિ.રૂ. 600 સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી.