માળીયા (મી.) : માળીયા (મી.)માં પોલીસ દ્વારા બીયરના ટીન સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 28ના રોજ માળીયા (મી.)માં વાધરવા રેલ્વે સ્ટેશન જવાના રસ્તેથી વિક્રમભાઇ ગગુભાઇ રાવા (ઉ.વ. 25)ને આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય બીયર 500 એમ.એલ.ના કંપની શીલપેક બીયરના 2 ટીન (કિ.રૂ. 200) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિક્રમ પાસેથી વિદેશી દારૂ કબ્જે કરી તેની અટકાયત કરી છે. તેમજ આરોપી સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.