પોલીસે રૂ. 9000નો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો હતો. જેમાં મોરબી તાલુકા પોલીસે રૂ. 9000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગઈકાલે તા. 30 જૂનના રોજ પોલીસ દ્વારા મોરબી તાલુકાના મકનસર ગામમાં નંકલંક પાર્ક જવાના રસ્તેથી સંજયભાઇ ભગવાનભાઇ કોકિયા (ઉ.વ. ૨૨, ધંધો મજુરી, રહે. હાલ મકનસર, નકલંક પાર્ક, તા.જી.મોરબી)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મી.લી. શીલપેક બોટલો નંગ-24, કિ.રૂ. 9000 સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.