હળવદ : હળવદમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. ગઈકાલે તા. 30 નવેમ્બરના રોજ હળવદમાં ગોરી દરવાજે રામદેવપીરના મંદીર તરફ જવાના રસ્તે નિતેશ ઉર્ફે બુધો લાલજીભાઇ મકવાણાએ પોતાના અંગત ફાયદા સારૂ ગે.કા રીતે પોતાના કબ્જામા ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂ ચપલા નંગ 5 (કી.રૂ. 500 તથા બોટલ નંગ 2 (કી.રૂ. 600) મળી કુલ કી.રૂ. 1100 ના મુદામાલની હેરાફેરી કરી વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે વિદેશી દારૂનો મુદામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.