વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા શખ્સને દબોચી લઈ તલાશી લેતા પેન્ટના નેફામાંથી પિસ્તોલ મળી આવતા આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાઉન્ડ્રી નજીકથી રમેશભાઇ નાથાભાઇ વાઘાણી, ઉ.વ. ૩૧, રહે. કમળાપુર તા.જસદણ નામના શખ્સને અટકાવી તલાસી લેતા પેન્ટના નેફામાંથી લોખંડની મેગ્જીંન વાળી પીસ્તોલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦ મળી આવતા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..