વાંકાનેર : વાંકાનેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને એક્ટિવા પર હેરાફેરી કરતા પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 2ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી પાસે નેશનલ હાઇવે રોડ પર રમેશભાઇ ઉર્ફે રમલો બેચરભાઇ વાઢેર (ઉ.વ. 29)ને એકટીવા રજી. નંબર GJ-03-FG-6860 માં ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની 3 બોટલો (કી.રૂ. 1125)ની હેરાફેરી કરતો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ કિ.રૂ. 21,125નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી રમેશભાઇની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.