મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા મોરબીના નવલખી ફાટક પાસેથી 55 નંગ વિદેશી દારૂ ભરેલ અલ્ટો કાર સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. ગઈકાલે તા. 5 ડિસેમ્બરના રોજ મોરબીના નવલખી ફાટક પાસેથી આરોપી રફીક ઓસમાણભાઇ બાંભણીયા/અજમેરી (ઉ.વ.૪૧, રહે. વાવડી રોડ, બાવડીયા પીરની દરગાહ સામે, તા.જી. મોરબી)ની ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર અલ્ટો કારમા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારુની રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રમીયમ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૫૫ કી.રૂ. ૨૮૬૦૦/- વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતો હોવાથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી પાસેથી કાર નં. GJ-06-BK-1725ની કી.રૂ. 1,50,000/ની મળી કુલ કી.રૂ. ૧,૭૮,૬૦૦/- ના કુલ મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બનાવની ધોરણસરની તપાસ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના પો.હેડ.કોન્સ. કે. વી. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી હતી.