ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં મુંબઈગરાનું નામ ખુલ્યું મોરબી : મોરબી ઉમા ટાઉનશીપ નજીક આવેલી આદર્શ સોસાયટીના ગેટ પાસેથી સિટી બી ડિવિઝન પોલીસે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લઈ મુંબઈના અન્ય એક શખ્સનું નામ ખોલવામાં સફળતા મેળવી છે. મોરબી ઉમા ટાઉનશીપ નજીક આવેલ આદર્શ સોસાયટીના ગેટ પાસેથી પોલીસે ધવલભાઇ અમૃતલાલ પરમારને DIAMOND EXCH નામનુ આઇ.ડી.મેળવી તે આઇ.ડી.માં મોબાઇલ ફોનથી સંપર્ક સાધી મોબાઇલ ફોન દ્વારા CSK & RCB વચ્ચે ચાલતી કિકેટ મેચનું ક્રિક્રેટ્ટ લાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ નિહાળી મેચની હારજીત તથા રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી લીધો હતો. વધુમાં પોલીસે ક્રિકેટ સટ્ટામાં ચિરાગ રાજુભાઇ વિભાણી રહે.મુંબઇ દહીસર ઇસ્ટનું નામ ખોલાવી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.5000 તથા રોકડા રૂપિયા રૂ.3600 મળી કુલ કી.રૂ.8600 ના મુદામાલ કબ્જે કરી મુંબઈના આરોપીને ફરાર દર્શાવી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.