હળવદના રણમલપુર ગામના શખ્સનું નામ ખુલ્યુંમોરબી : મોરબીન નવલખી રોડ ઉપર રણછોડનગર વિસ્તારમાંથી એલસીબી ટીમે વોટ્સએપ મેસેન્જરમાં વરલી મટકાના આંકડાની કપાત કરી જુગાર રમાડતા શખ્સને ઝડપી લઈ હળવદના રણમલપુર ગામના કપાત લેનારનું નામ ખોલાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર રણછોડનગરમા રહેતો આરોપી જીવરાજભાઈ શંકરભાઇ ધામેચા વોટ્સએપ ઉપર વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે એલસીબી પોલીસે દરોડો પાડી 4000ના મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 3360 સાથે ઝડપી લીધો હતો. આરોપી જીવરાજની પૂછતાછમા વરલી મટકાની કપાત હળવદ તાલુકાના રણમલપુર ગામના વીનું ચાવડા પાસે કપાત કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.