વાંકાનેર : વાંકાનેરમાં પોલીસ દ્વારા વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 4ના રોજ વાંકાનેરમાં ટાઉન હોલ પાસે રમેશભાઈ તેજાભાઈ ગોરીયાને જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રેઇડ દરમ્યાન રોકડ રૂ. 310 જપ્ત કર્યા છે. તેમજ આરોપી રમેશની અટકાયત કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.