વાંકાનેર : વાંકાનેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ પકડાયો છે. પોલીસે આ શખ્સની અટકાયત કરી છે. વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમી રહેલા પ્રકાશભાઈ નટવરભાઈ ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી રોકડ રૂ. 700 કબ્જે કર્યા છે. તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.