મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 23ના રોજ મોરબીમાં ગ્રીન ચોક ઝવેરી શેરીમાં લોગો ટેઇલર દુકાન પાસે અમિતભાઇ વિઠ્ઠલભાઇ ખેરડીયાને મોબાઇલ ફોનથી જુદા જુદા ગ્રાહકો સાથે સંપર્ક કરી જાહેરમાં વર્લી ફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે મોબાઇલ ફોન નંગ-૨ (કિ.રૂ.૬૦૦૦) તથા રોકડ રૂ. ૧૦,૯૦૦ મળી કુલ રૂ. ૧૬,૯૦૦ના મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપીની અટકાયત કરી તેની સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.