મોરબી : મોરબીના વિશિપરા ગુલાબનગર વિસ્તારમાંથી એલસીબી ટીમે બાતમીને આધારે આરોપી રાયધન દાઉદભાઈ જામ નામના શખ્સને મોબાઈલ ફોનમાં વાત કરી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાતી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર રનફેરનો હારજીતનો સટ્ટો રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 1410 તેમજ 30 હજારનો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં ક્રિકેટ મેચનો સટ્ટો મોબાઈલ ફોનમાં વાતચીત કરી આરોપી રામજી ઉર્ફે રમેશ ધનજીભાઈ કણઝારીયા રહે.વાવડી રોડ, રાધાપાર્ક વાળા પાસે કપાત કરાવતો હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે રામજી ઉર્ફે રમેશને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.