મોરબી : મોરબીમાં બાઈક વચ્ચેની ટક્કરમાં એક બાઈક ચાલક ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રહેતા વીનુંભાઈ જેઠાભાઈ વાઘેલા (ઉ.વ.45) આજે સવારે પોતાનું બાઈક લઈને શહેરના ગેસ્ટહાઉસ રોડ ઉપર પીસ્ટ ઓફીસ નજીક પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમનું બાઈક સામેથી આવતા બીજા બાઈક સાથે અથડાતા વીનુંભાઈ જેઠાભાઈ વાઘેલાને ગંભીર ઇજા થઇ હતી. આથી તેઓને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.