મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર આવેલ કેનાલ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી જાહિદ શાહબુદિનભાઈ પીલુડિયા ઉ.23 રહે.લાતીપ્લોટ -10 મોરબી વાળાને 375 મીલી માપની વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ 15 હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા 15,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીએ વિદેશી દારૂની બોટલ આરોપી સાજીદ ઉર્ફે ટેણી પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે બન્ને વિરૂદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.