મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ હાઇવે પર શનાળા નજીક આવેલ ટાટા શોરૂમ પાસે શંકાસ્પદ રીતે અલ્ટો કારમાં નીકળેલા આરોપી મીંટુ અતુલભાઈ દેસાઈ ઉ.23 રહે.શ્રીમદ સોસાયટી, હાઉસિંગ બોર્ડ પાસે,મોરબી વાળાને અટકાવી તલાશી લેતા કારમાંથી જાંબુ ફ્લેવર વોડકાના બે 180 મીલી માપના ચપલા કિંમત રૂપિયા 240 મળી આવતા આરોપીને અટકાયતમાં લઈ 1.50 લાખની કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં દારૂના આ ચપલા શક્ત શનાળામાં રહેતા આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા જાડેજા પાસેથી મેળવ્યા હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.