મોરબી : મોરબી શહેરના કંડલા બાયપાસ પર નવલખી ઓવરબ્રિજ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી વાઘભાઈ વેલાભાઈ સોઢા ઉ.40 રહે.રાજનગર, પંચાસર રોડ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી 180 મીલી માપના વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂ.650 મળી આવ્યા હતા.આરોપીની પૂછપરછમાં દારૂના આ ચપલા આરોપી સુરેશ કાનજી ભીલ રહે.રાજનગર તેમજ આરોપી તુલસી હસમુખભાઈ સંખેસરિયા રહે.મોરબી વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા વાઘાભાઈ વિરુદ્ધ પ્રોહિબિશન એકટ મુજબ કાર્યવાહી કરી અટકાયતમાં લઈ અન્ય બે આરોપીઓઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.