નેત્રમ સીસીટીવી કેમેરાને આધારે એ ડિવિઝન પોલીસે વાહનચોરને પકડ્યોમોરબી : મોરબી શહેરમા સીટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ત્રણ બાઇકની ઉઠાંતરી કરનાર શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી ઝડપી લઈ ચોરીમાં ગયેલા ત્રણ બાઈક સાથે ઝડપી લીધો હતો.વધુમાં બાઈક ચોરી કરનાર આ શખ્સે વાહન ચોરીમાં સગીર આરોપીની સંડોવણી કબુલતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બતમીદારોના નેટવર્ક અને નેત્રમ સીસીટીવી નેટવર્કના આધારે શહેરમા અલગ અલગ ત્રણ બાઇકની ચોરીને અંજામ આપનાર આરોપી ઇરફાન યાસીનભાઈ કટિયા રહે.જોન્સનગર મોરબી વાળાને ત્રણ ચોરાઉ બાઈક કિંમત રૂપિયા 95 હજાર સાથે ઝડપી લીધો હતો.વધુમાં આરોપીએ બે બાઈક સીટી એ ડિવિઝન અને એક બાઈક સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કર્યાનું કબૂલી વાહનચોરી કરવામાં સગીરની સંડોવણી પણ કબુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.