લાતીપ્લોટમાં સ્વીફ્ટ કારમાં મોંઘો વિદેશી દારૂ લઈને આવેલ એક દબોચાયો મોરબી : પ્યાસીઓના મોમાં પાણી લાવે તેવી બ્લેક લેબલ, શિવાઝ રીગલ, ટીચર્સ સ્કોચ સહિતની મોંઘીદાટ વિદેશીદારૂની બોટલ ભરેલી સ્વીફ્ટકાર સાથે પોલીસે એક શખ્સને રંગેહાથ દબોચી લઈ દારૂનો આ જથ્થો સપ્લાય કરનાર બે બુટલેગરોની શોધખોળ શરૂ કરી છે. મોરબી સીટી એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ મણિલાલ ગામેતી તથા પો.હેડકોન્સ શેખાભાઇ મોરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, લાતીપ્લોટ-૪ મા ભવાનીબેકરી પાસે ખુલ્લા પ્લોટમાં એક ગ્રે કલરની એક ઇસમ સ્વીફટ કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી બેઠેલ છે. બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ ઉપર આરોપી મેરૂભાઇ લાભુભાઇ ભીંત જાતે.રબારી ઉ.વ.૨૯ રહે.મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા સામે વાળો સ્વીફટ કાર નં.જી.જે.૩-એચ.એ.-૭૦૭૦ વાળીમાં બેસી મળી આવેલ અને કારમાંથી પાસપોર્ટ, ટીચર્સ સ્કોચ, બ્લેક લેબલ અને આરસી સહિતની અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૧૫૮ કિ.રૂ.૪૯,૪૦૦ના મુદામાલ મળી આવતા કુલ મુદામાલ કિ.રૂ.૩,૪૯,૪૦૦ ગણી કબજે કરેલ હતો. વધુમાં આરોપીને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા આ વિદેશીદારૂ જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા રહે.મોરબી દાઉદીપ્લોટ તથા મયુરભાઇ ઝવેરીભાઇ ગઢવી રહે.મોરબી કબીર ટેકરી વાળાઓએ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને બુટલેગરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસની આ સફળ કામગીરી પો.ઇન્સ. આર.જે.ચૌધરી, સર્વેલન્સ સ્ટાફના ASI મણિલાલ ગામેતી, Hc રસીકભાઇ કડીવાર, HC કિશોરભાઇ મીયાત્રા, Hc રેખાભાઇ મોરી, HC શકિતસિંહ ઝાલા, PC રણજીતસિંહ ગઢવી, PC અજીતસિંહ પરમાર, PC ભરતભાઇ ખાંભરા, PC નિર્મળસિંહ જાડેજા વિગેરેએ કરી હતી.