મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શનાળા - ઘુનડા રોડ પર પસાર થતી જીજે - 03 - બીએક્સ - 9328 નંબરની રીક્ષા લઈને નીકળેલા આરોપી શનિ શાંતિલાલ કડેવાર રહે.લાયન્સ નગર, શનાળા વાળાને અટકાવી રિક્ષાની તલાશી લેતા રિક્ષામાંથી 400 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આરોપી શનિએ દેશી દારૂનો આ જથ્થો આરોપી મયુર મનસુખ લોરીયા રહે.કંડલા બાયપાસ વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી 80 હજારની કિંમતનો દેશી દારૂ અને 50 હજારની રીક્ષા મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.