સત્યમ પાન વાળી શેરીમાં મધરાતે પોલીસને જોઈ એક્ટિવા ચાલક ભાગ્યો, પોલીસે દબોચી લીધોમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શહેરના શનાળા રોડ પર સત્યમ પાન વાળી શેરીમાં પહોંચતા જ એક એક્ટિવા ચાલક નાસવા લાગતા પોલીસે પીછો કરી આરોપીને ઝડપી લઈ એક્ટિવામાંથી વિદેશી દારૂના 8 ચપલા કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના એ ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મધ્યરાત્રીના શનાળા રોડ પર સત્યમ પાન વાળી શેરીમાં પહોંચતા જ જીજે - 10 - ઇએફ - 0907 નંબરનો એક્ટિવા ચાલક નાસવા લાગ્યો હતો જેથી પોલીસે પીછો કરી આરોપી વિજય રાજેશભાઇ માણેક ઉ.26 રહે.અજની એપાર્ટમેન્ટ, સત્યમ પાન વાળી શેરી વાળાને ઝડપી લીધો હતો.આરોપીની તલાશી દરમિયાન વિદેશી દારૂના 180 મીલી માપના 8 ચપલા કિંમત રૂપિયા 960 મળી આવતા પોલીસે 50 હજારના એક્ટિવા સહિત 50,960નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં દારૂના આ ચપલા લીલાપર રોડ પર રહેતો આરોપી મનોજ આપી ગયાનું કબુલતા બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી મનોજને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.