મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શેરી નંબર-3માંથી આરોપી મનીષભાઈ મુકેશભાઈ મછોયા ઉ.42 રહે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, કામધેનુ પાર્ટી પ્લોટ પાસે, મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.696 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.