મકરાણીવાસમાં બિયરના એક ટીન સાથે યુવાન પકડાયોમોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીકથી એક શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે અને સીટી એ ડીવિઝન પોલીસે મકરાણીવાસમાંથી એક શખ્સને બિયરના એક ટીન સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ કાર્યવાહીમાં સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીક બિલ્વા શોપિંગ સેન્ટર પાસેથી આરોપી વિનોદ ઉર્ફે વીનુ અશોકભાઈ મોરડીયા રહે.મહેન્દ્રનગર, સીએનજી પંપ સામે વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1400 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા કિસ્સામાં એ ડિવિઝન પોલીસે મકરાણીવાસમાં દરોડો પાડી આરોપી રાજુભાઇ ખીમજીભાઈ પરમાર રહે.રેલવે સ્ટેશન પાછળ, કબીર આશ્રમની બાજુમાં મોરબી વાળાને બિયરના એક ટીન કિંમત રૂપિયા 250 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.