વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરની કે.કે.હાઈસ્કૂલ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા આરોપી વનરાજસિંહ શાંતુભા ઝાલા ઉ.40 રહે.ગોકુલનગર વાંકાનેર વાળાની તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.960 તેમજ બિયરના બે ટીન કિંમત રૂ.460 સહિત કુલ રૂપિયા 1420નો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.